પિતાની લેખિત ફરિયાદ છતાં વલસાડ આરોગ્ય વિભાગ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં
વલસાડ જિલ્લામાં હાલે અનેક સ્થળો એ સંબંધિત સરકારી ખાતાઓ પાસે લાઇસન્સ મેળવ્યા વગર વોટર સપ્લાઇ નો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. જેમાં કેટલાક ધુતારાઓ દ્વારા નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી સીધે સીધું પાણી ના જાર માં વગર ફિલ્ટર કર્યા સપ્લાઇ કરવામાં આવી રહ્યા હોવાના ચિત્રો સપાટી ઉપર આવ્યા છે. વલસાડ જિલ્લા માં સૌથી વધુ પીવાના ના પાણી સપ્લાઇ કરવાનો ધંધો ચાલી રહ્યો છે જેમાં કેટલાક તકસાધુઓ દ્વારા કાયદા,નિયમ ને અભ્રાઈ એ ચઢાવી દઈ બિન્દાસ ગેરકાયદેસર રીતે પાણી સપ્લાઇ કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવી રહી છે. વાપી ના કચીગામ રોડ ઉપર રેહતા એક પરિવાર હાલે આવાજ એક વોટર સપ્લાયર ના દૂષિત પાણી નો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ વાપી કચીગામ રોડ ખાતે રેહતાં એક પરિવાર દ્વારા પીવાનું સુધ પાણી મળી રહે એવા સુભ આશય થી બલીઠા વાપી ખાતે આવેલ દીપ વોટર્સ પાસે પીવાનું પાણી મંગાવ્યું હતું પરંતુ તે પાણી માં જીવાત મળી આવતા ઘર ના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. અને આ દૂષિત પાણી પીવાના કારણે પરિવાર ના માસૂમ બાળક હાલે હોસ્પિટલ ના બિછાને પડ્યા હોવાની રાવ સાથે બાળક ના પિતા એ તારીખ ૧૯/૫/૨૦૧૮ ના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી ને લેખિત ફરિયાદ કરી દીપ વોટર્સ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હોવા છતાં આજદિન સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી ન કરાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. શું જિલ્લા આરોગ્ય વિભાગ કોઈ નિર્દોષ ના ભોગ લેવાયા બાદ જ જાગશે કે કેમ એ જોવું રહ્યું.
[slideshow_deploy id=’40464′]