પાછલા મહિને WhatsApp દ્વારા વેરિફાઈડ પ્રોફાઈલ અને અન્ય બિઝનેસ સંબંધિત ફીચરના ટેસ્ટિંગ કરાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જાણકારી મળી હતી કે આ ફીચરની ટેસ્ટિંગ વિંડોઝ ફોન એપના બીટા વર્ઝન પર થઈ રહી છે. હવે કંપનીએ જાહેરાત કરી છે કે તે વેરિફાઈડ બિઝનેસ અકાઉન્ટને એપમાં રજૂ કરશે. જેનાથી યુઝરને બિઝનેસ હાઉસ સાથે સંપર્ક કરવામાં સુવિધા રહેશે.
નવા અપડેટ્સ સંબંધિત પ્રશ્નોના જવાબમાં WhatsApp દ્વારા જણાવાયું હતું કે, ‘કેટલાક બિઝનેસ અકાઉન્ટ્સને WhatsApp પર વેરિફાય કરી દેવાયા છે.’ જો તમે કોઈ કોન્ટેક્ટની બાજુમાં લીલા રંગના બેજ સાથે વ્હાઈટ ટિક માર્ક જુઓ તો સમજી લો કે આ બિઝનેસ પ્રોફાઈલને વેરિફાય કરી દેવાયું છે.
કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું કે, ‘WhatsApp તમને એ પણ જણાવશે કે તમારે આ બિઝનેસ હાઉસ સાથે ક્યારે વાત કરવાની છે. આ જાણકારી પીળા રંગના મેસેજ દ્વારા અપાશે. આ મેસેજને ચેટ દ્વારા ડિલીટ નહીં કરી શકાય. ‘
જો તમારી પાસે બિઝનેસનો ફોન નંબર સ્ટોર નહીં હોય તો તમને બિઝનેસ હાઉસનો નંબર એ નામથી દેખાશે જેનાથી તે એપમાં વેરિફાય કરવામાં આવ્યો છે. જો તમે ઈચ્છતા હોવ કે બિઝનેસ હાઉસ તમને પરેશાન ન કરે તો તમે કોન્ટેક્ટ બ્લોક પણ કરી શકશો. કંપનીએ જણાવ્યું કે અત્યારે આ ફીચર પાયલોટ પ્રોજેક્ટનો એક ભાગ છે. અત્યારે થોડાંક જ બિઝનેસ હાઉસ તેનો ઉપયોગ કરી શકશે.