ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા તકેદારીના તમામ પાસા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના પોઝિટિવ હોટસ્પોટ વિસ્તારોમાં મોટાભાગે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશની 14 રાજકીય મેડિકલ કોલેજૉમાં નવી લેબ ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી છે.
આ લેબ રાજકીય મેડિકલ કોલેજ આંબેડકર નગર, આઝમગઢ, સારંગપુર, બાંગા, અયોધ્યા, બટ્ટે, બેહરાઈચ, ફિરોઝાબાદ, સારાહનપૂર, ઝલોન, બદાયું, કનોચ, ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ગ્રેટર નોઈડા, સુપર સ્પેશિયાલીટી પિડીયાટ્રીક હોસ્પિટલ એન્ડ પીજી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નોઈડામાં ખુલશે. આ સાથે જ પ્રદેશમાં કુલ 28 લેબ કોરોના વાયરસના ટેસ્ટ માટે થઇ જશે.