Gujrat News: ખનીજ ચોર માફિયાઓ થકી ખાણ ખનીજ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગને મોટું સાલિયાણું આપી ખનીજની બેફામ ચોરી કરી રહ્યા છે.
બેફામ ચાલતી પ્રવૃત્તિઓ સામે અનેક ફરિયાદો ઉઠવા છતાં કોલસાની દલાલીમાં હાથ કાળા કરી ચૂકેલા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
અધિકારીઓની હપ્તા સિસ્ટમને કારણે સરકારી તિજોરીને લાખોનું નુકશાન.
વડોદરા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની હપ્તા સિસ્ટમને કારણે માટી અને રેતી ચોર માફિયાઓ બેફામ બની ગયા છે. માફિયા ટોળકી ખનીજ ચોરી કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં ઊંચા ભાવે સપ્લાય કરી રહ્યા છે. રેતી અને માટી ભરેલા વાહનો શહેરના ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે તેમ છતાં કોલસાની દલાલીમાં હાથ કાળા કરી ચૂકેલા પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા જિલ્લાના ઊંડાણ ના નામોમાં માટી અને રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. આ માફિયા ટોળકી ખનીજની ચોરી કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં ઊંચા ભાવે ઠાલવી રહ્યા છે. રેતી અને માટીના વાહનો શહેરના ટ્રાફિકથી ભરચક રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. જેણે કારણે ટ્રાફિકજામ થવા સહિત નાના-મોટા અકસ્માતો પણ થઈ રહ્યા નું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ સામે સ્થાનિકોએ અનેકવાર ખાણ ખનીજ વિભાગને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ હપ્તા ખાઉ પદ્ધતિને કારણે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી ઉપરાંત સિસ્ટમને કારણે બેફામ દોડતી રેતી માટીના વાહનોને ટ્રાફિક પોલીસ પણ અટકાવતા નથી હપ્તાહ આપી ખનીજ ચોર ટોળકી બેફામ બની જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને આ અંગે ફરિયાદ ક્યાં કરવી જેવો યક્ષ પ્રશ્ન સ્થાનિકોને અવધમાં મૂકી દીધા છે.
અધિકારીઓની હપ્તા ખાઉ પદ્ધતિ ને કારણે સરકારી તિજોરીને લાખોનું નુકશાન થઇ રહ્યું છે. જો આ સંદર્ભે સીધી તપાસ કરવામાં આવે તો અધિકારીઓના ભ્રસ્ટ કાળા ચેહરા પ્રજા સમક્ષ આવે એવુ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ક્રમશ