વડોદરાઃ વડોદરાના સાવલીમાં કેમિકલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વડોદરાની શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેકટરીમાં રીએકટર ફાટતા આગમાં 5 કર્મચારીઓ દાઝયા હતા અન તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે, આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો કે જે ઘટનાની ગંભીરતાને વર્ણાવે છે.
ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા અને આજુબાજુનાં લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબુમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. જણાવી દઈએ કે વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે શિવમ કંપની અને તે સાવલીના ગોઠડા ગામે આવેલી છે.
ઉલ્લેખનીય છેકે થોડા મહિનાઓ પહેલા અમદાવાદનાં પિરાણા – પીપળજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની દૂર્ઘટના બની હતી. જેના કારણે આસપાસનાં 9 ગોડાઉનને અસર થઇ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી.. આ બિલ્ડિંગમાં 12થી 18 જેટલા લોકો ફસાયાની માહિતી મળી રહી છે. જેમાંથી 9 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. નજમુનિશા શેખ, જેકવિલિન ક્રિશ્ચયન, રાગીણી ક્રિશ્ચયનનાં મોત નીપજ્યા છે. અન્ય ત્રણ લોકોની ઓળખ કરાઇ રહી છે.