વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કડક પ્રતિબંધો વચ્ચે પણ દારૂની મહેફિલો યોજાઈ રહી છે. અને તાજેતરમાં પોલીસે આવી દારૂની પાર્ટીઓ પકડી પાડી છે. ત્યારે વડોદરામાંથી વધુ એક દારૂની પાર્ટી ઝડપાઈ હતી. વડોદરા શહેમાં સોખડા પાસે આવેલા મીરસાપુરમાં દારૂની મહેફિલા ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસ 8 જેટલા નબીરાઓની ધરપકડ કરી ફાર્મ હાઉસના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપાટો બોલાવ્યો છે. મીરસાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂ-ચિકનની પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 8 જેટલા નબીરાઓની પોલીસ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા 8 નબીરાઓ પૈકી 5 નબીરા છાણી ગામના પટેલો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાકીના અન્યો લોકો બહારથી આવ્યા હતા. LCB એ નબીરાઓની કાર અને એક એક્ટિવા સ્કુટર પણ કબ્જે કર્યું છે.
વડોદરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફાર્મ હાઉસ દારૂ-ચિકનની પાર્ટી કરતા 8 નબીરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ફાર્મ હાઉસના માલિકા સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે મહત્વનું છે કે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે તેવા સમયે ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી છે, દારૂની પાર્ટી કરતા લોકો સામે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પકડાયેલા યુવકો
અંકિત અંબાલાલ પટેલ
અપુર્વ વિરેન્દ્રભાઇ પટેલ
ઝીલ ચેનભાઇ અમીન
ગૌરવ ભુપેન્દ્રભાઇ મહેતા
નેમી અશ્વિનભાઇ અમીન
જતીન દીનેશભાઇ પટેલ
પંકીલ જીતેન્દ્રભાઇ પટેલ
ચિરાગ અરવિંદભાઇ પટેલ