વલસાડમાં મહિલાઓની મુશ્કેંલીના સમયે ૧૮૧ મહિલા હેલ્પિલાઇનની ટીમ સતત કાર્યશીલ છે. આ ટીમ દ્વારા મહિલાઓની મુશ્કેકલીના સમયે સ્થ ળ પર પહોંચી કાઉન્સીલલીંગની કામગીરી કરવામાં આવે છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પચલાઇન નંબર પર ફોન કરી જણાવ્યું કે, તેઓની માતાના અવસાન થયાને બે વર્ષ થયા છે. અને તેઓ બે બહેનો છે. તેઓ નોકરી અર્થે બહારગામ રહે છે. લાકડાઉનના કારણે ઘણા સમયથી ઘરે આવી શકયા ન હતા. આ દરમ્યાકન તેઓના પિતા બીજીસ્ત્રીને ઘરે લઇ આવી રાખતા હતા. આ વાતની જાણ થતા યુવતી પોતાના ઘરે આવી હતી. પરંતુ તેઓના પિતાએ યુવતી ને ઘરમાં પ્રવેશ કરવા ના પાડી ઘકકો મારી કાઢી મુકી હતી. યુવતી મુશ્કેુલીમાં મુકાઇ જતા તેણે ૧૮૧ મહિલા હેલ્પાલાઇન ટીમની મદદ માંગી હતી. ૧૮૧ મહિલા હેલ્પરલાઇન ટીમ તરત જ સ્થીળ ઉપર પહોંચી યુવતીના પિતા સાથે વાતચીત કરી હતી. તેઓ આ રીતે પોતાની દિકરીને ઘરમાંથી કાઢી ન શકે તે અંગે કાયદાકીય માહિતી આપી પિતાને પોતાની ભુલનું ભાન કરાવ્યું હતું. અંતે પિતાને પોતાની ભુલ સમજાતા દિકરીની માફી માંગી ઘરમાં બોલાવી હતી. આમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમે યુવતી અને પિતાના ઝગડાનું સમાધાન કરાવ્યુંી હતું.