વલસાડ શહેર માં ગ્રામપંચાયત ની ચૂંટણીઓ દરમ્યાન બનેલી એક ચોંકાવનારી ઘટના માં શહેર ના કોચવાડા સ્થિત વોર્ડ નંબર 5 ના એક મતદાતાએ પોતાનો મત વોર્ડ નંબર 5 માં આપવાના બદલે વોર્ડ નંબર 4 માં ધકેલી દેતા ટેક્નિકલ પોઇન્ટ ઉભો થતા મામલો ગુંચવાયો છે,અને આ ઘટના માં ફેર મતદાન થવાની શક્યતા વધી ગઈ છે.
વિગતો મુજબ કોચવાડા ગામ માં વોર્ડ નંબર 5 ના મતદાતા એ ભૂલ થી વોર્ડ નંબર 4 માં મતદાન કરી દીધું હતું. પરિણામે એક મત ની ઉભી થયેલી ગરબડ ને લઈ આ અંગે ફરજ પર ના ચૂંટણી અધિકારી એ ઉચ્ચ અધિકારીઓ ને આ બાબત થી વાકેફ કરતા અંતે તકરારી મત પ્રક્રિયા નો નિર્ણય લેવાયો હતો,જેમાં મત ગણતરી વખતે એક મત બાદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે, આ બાબતે વોર્ડ ના ઉમેદવાર વિરોધ કરે તો બંને વોર્ડ માં પન:મતદાન થવાની સંભાવના છે. કારણ કે અગાઉ પણ આજ પ્રકાર ની ભૂલ ને લઇ હાર-જીત મામલે મોટી મગજમારી થઇ હતી, ત્યારે આ વખતે પણ આજ પ્રોબ્લેમ ક્રિયેટ થતા ફેર મતદાન ની શક્યતા તોળાઈ રહી છે ત્યારે હવે સવાલ એ થાય છે કે ભુલ માટે જવાબદારી કોણ સ્વીકારશે અને આ માટે સજા નો હકદાર કોણ હશે ?
આ પ્રકરણે કોચવાડા જ નહીં પણ વલસાડ જિલ્લા માં ભારે ચકચાર જગાવી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.