પારડીમાં દમણીઝાપા પોણીયા રોડ પર આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે જુગાર રમતા ૧૧ જુગારીઓ ને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે 4 આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા.
પારડી પોલીસે શ્રાવણ માસની શરૂઆતમાં જ જુગાર રમતા લોકો ને પકડવા ની શરૂઆત કરી છે જુગાર રમનારા શકુની લોકોએ ચેતી જવાની જરૂર છે. પારડી પોલીસ ની ટીમે પોણિયા રોડ સ્થિત રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે જુગાર રમી રહેલા સ્થાનિક લોકોને ઝડપી પાડયા હતા. જયારે 4 આરોપીને વોન્ટેડ બતાવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં ગૌરવ કમલેશ પટેલ, ઉત્તિક ચેતન પટેલ બંને રહે ભેંસલાપાડ, રાજુ દામોદર પટેલ રહે દામણીઝાંપ, સતીશ પ્રતાપ જોગી, ચેતન છોટુ જોગી, અરુણ અશોક જોગી, લતિષ પ્રતાપ જોગી, ચારેય રહે ભેંસલાપાડ, નયન પ્રકાશ પટેલ,હિતેશ પ્રકાશ પટેલ, આશીફ ફકીર કુરેશી, પ્રવીણ રમેશ પટેલ ચારેય રહે દમણીઝાંપા મળી કુલ 11 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તીન પત્તીનો જુગાર ના દાવ પરના રૂ. 2330 અંગજડતી માંથી રૂ. 19, 900, મોબાઈલ મળી કુલ રૂ. ૩૮ હ જાર 730 નો મુદ્દામાલ કબજે કર્યા હતા. જયારે પોલીસ ની રેડ જોઈ ભાગી છૂટેલ અમિત ઉર્ફે ટોટી શૈલેષ ભંડારી રહે ફિનાઈલ ફેક્ટરી પાસે, નિકુંજ ઉર્ફે સોમલો ખાલપભાઈ પટેલ રહે દમણીઝાંપા, દિપક ભારત પટેલ રહે ભેંસલાપાડ, આસિફ અખ્તર ખત્રી, રહે વલસાડી ઝાંપા, ચાર ઈસમ ને પોલીસે વોન્ટેડ બતાવ્યા છે. પારડી ના પી.એસ.આઇ કે.એમ. બેરીયા ની ટીમે શ્રાવણ માસની શરૂઆત થતાં જ જુગાર અંગેના ગુનાઓ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જુગાર રમતા શકુનીઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.