વલસાડ શહેરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
થોડા સમય પહેલા પૂજા નામની મહિલા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈ હતી. ત્યારે ગત રાત્રે મહિલા કોન્સ્ટેબલે તિથલ નદીમાં જઈને આપઘાત કરી લીધો હતો. મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જો કે ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ પોલીસે મહિલા કોન્સ્ટેબલની લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા વલસાડ જિલ્લા પોલીસ મથકમાં શોકનો માહોલ છે.