ગાંધીની ગુજરાતમાં દારૂબંધી માત્ર સરકારી કાગળો ઉપર
વલસાડ, તા.૨૨
ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીના કાયદામાં અનેકવિધ સુધારાઓ લાવી તેનું ચુસ્તપણે અમલ કરાવવા માટે ગુજરાત રાજ્ય પોલીસને કડક અને લેખિત આદેશો આપ્યા છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર સરકારી કાગળો ઉપર જ રહી ગયા હોવાના અનેક પુરાવાઓ મીડીયાના માધ્યમથી સામે આવી ચુક્યા છે સુરતમાં સર્જાયેલ લઠાકાંડ તેનો ઉત્તમ નમુનો છે જેમાં કેટલાક નિદોર્ષોએ જીવ ગુમાવાનો વારો પણ આવ્યો છે. ગુજરાત રાજ્યમાં વિશેષ કરી સંઘપ્રદેશ દમણ, સેલવાસ, રાજેસ્થાન પ્રદેશોમાંથી દારૂનો ગેરકાયદેસર ધંધો ફુલીફાલી રહ્યો છે. દારૂબંધીના કડક અમલવારી કરાવવાના આશય સાથે આવતા સંનિષ્ટ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમુક ચોક્કસ સમય મર્યાદા બાદ બદલી કરી દેવામાં આવે છે અને પછી જેસે થે વેસેનું નિર્માણ થવા પામે છે.
ગુજરાત રાજયમાં વિશેષ કરી સંઘપ્રદેશ દમણથી વર્ષોથી દમણીય બુટલેગરો દ્વારા નિત નવા નુસ્ખાઓ અજમાવી ગુજરાતમાં આખા વર્ષ દરમ્યાન કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઠલવાય રહ્યો છે. જેના ઉપર સુપૂર્ણ પણે અંકુશ મેળવવામાં વલસાડ જીલ્લા પોલીસ ને ગુજરાત પોલીસ માત્ર હવામાં ફીફા ખાંડતી હોય તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત પોલીસ તેમજ વલસાડ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓની મીલીભગતમાં દમણીયા બુટલેગરો દારૂનો કારભાર કરી રહ્યા હોવાની પણ લોક વાયકાઓ ચાલી રહી છે. ભૂતકાળમાં વલસાડ પોલીસ સહિત ગુજરાત પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓની દમણીયા બુટલેગરો સાથે સાઠગાંઠના પગલે તેમની બદલી તેમજ સસ્પેસન સુધીની કાર્યવાહી પણ થઇ હોવાનું સરકારી ચોપડે નોંધાય ચુક્યું છે. દમણીયા બુટલેગરો વલસાડ જીલ્લામાંથી પસાર થઇ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં બિન્દાસ પણે દારૂ સપલાઇ કરી રહ્યા હોવા છતાં વલસાડ જીલ્લા પોલીસ આ બદીને નેસ્તોનાબુદ કરવામાં વામણી પુરવાર થયા હોવાનું પણ શહેર તેમજ જીલ્લાના પ્રભુધ નાગરીકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
દમણથી વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવતા બુટલેગરો ઉપર તત્કાલિન સુરત રેન્જ આઇજી ના કાર્યકાળ દરમ્યાન તેમને દિવસે તારા દેખાડી દમણ છોડી ભૂર્ગભમાં ઉતરી જવાની ફરજ પાડી હતી આ સિવાય તત્કાલિન સુરત રેન્જ આઇજીના કાર્યકાળ દરમ્યાન દમણની વિવિધ વાઇનશોપો તેમજ ડિસ્ટીલીરીઓને પણ ભીંસમાં લેતા દારૂનો ગેરકાયદેસર વેપલામાં સંકળાયેલા મોટા માથાઓના પણ પગતળેથી જમીન સરકી જવા પામી હતી. પરંતુ ત્કાલિન સુરત રેન્જ આઇજી ના બદલીના આદેશ બાદ જાણે દમણીયા બુટલેગરોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ બુટલેગરો હાલે ફાટીને ઘુમાડે ચઢી ગયા છે. અને રોજ બરોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં બેરોકટોક પણે બિન્દાસ ઠાલવી રહ્યા છે ત્યારે વલસાડ જીલ્લા પોલીસ તેમજ આર.આર.સેલ. જાઇએ તે પ્રકારની કડક કાર્યવાહી કરવા આંખઆડા કાન કરી રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે મહિને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઠાલવતા બુટલેગરો પોલીસ દાદાઓને પ્રસાદી રૂપે ગાંધી છાપ નોટ ન ધરાવતા હોય એ વાત પણ આમ જનતા માટે ચર્ચાનો વિષય બનવા પામી છે. ગુજરાત સરકારની દારૂબંધી કાયદાની ઠેકડી ઉડાવી ફાટી ને ધુમાડે ચઢેલા બુટલેગરો દારૂનો ધંધો હાલે તો બિન્દાસ ચલાવી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ બુટલેગરો ઉપર દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જાવું રહ્યું
દમણથી ગુજરાતમાં દારૂ ઠાલવતા બુટલેગરોની યાદી
નામ વાહન૧. કીકલો (દમણ) સ્કોરપીયો૨. ઉમેશ દોરી એકસ.યુ.વી.૩. વિમલ એકસ.યુ.વી.૪. પંકજ સેન્ટાફી૫. શૈલેષ (વાકડ) સ્કોરપીયો૬. અસીન (ખેરગામ) સ્કોરપીયા૭. સદામ (દમણ) એકસ.યુ.વી., સ્કોરપીયા૮. રોશન સ્વીફટ, સ્કોરપીયા૯. સાજન સ્કોરપીયા૧૦. નિલીયો ઉર્ફે ઘોડો સ્કોરપીયા૧૧. તેજલો ઉર્ફે ડાકુ સ્કોરપીયા