સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સેલવાસની એક મોબાઈલની દુકાનમાં કામ કરતા કર્મચારીએ 23 ડિસેમ્બરના રોજ દુકાનમાંથી 151 મોબાઈલ અને ચાર્જર મળી લાખોના મુદ્દા માલની ચોરી કરી હતી ચોરી કરનાર ઇસમને મેરઠ પોલીસે ઝડપી પાડતા ચોરીનો ભેદ ઉકેલાયો છે
સેલવાસમાં ગત ૨૩મીએ સાડા ત્રણ લાખ આસપાસના મોબાઇલની અંદાજિત રૂપિયા 3 લાખ 80 હજારની કિંમતના મોબાઈલની ચોરી મોબાઇલ શોપમા કામ કરતા કર્મચારીએ હતી જેની તપાસ માટે સેલવાસ પોલીસ અને મેરઠ પોલિસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોબાઇલની ચોરી કરનાર સાધુ યાદવ અને ઓમબીરને મેરઠના શિવપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યા છે
પોલીસે ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે હાલ પોલીસ કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત આગામી દિવસોમાં બન્ને ચોરને સેલવાસ ખાતે લાવી વધુ કાર્યવાહી માટે કામગીરી હાથ ધરી છે.