“મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ” ને બરતરફ કરી સમાજ અને ડૉકટર વિરૉધી “NMC (નેશનલ મેડીકલ કાઉનસીલ)”બનાવવાના વિરોધમા 2 જી જાનયુઆરી ને “Black Day” જાહેર કરી “ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એસોસિએશન ” હડતાલ પર ઉતર્યા છે જેને અનુલક્ષીને અનેક ક્લિનિક અને હોસ્પિટલ ના તબીબો એ આજે વહેલી સવાર થી હડતાળ પર ઉતર્યા છે જેમાં દાદરા અને નગર હવેલી ના તબીબો પણ જોડાયા હતા જોકે ઇમરજન્સી માટે ની સેવા ઓ ચાલુ રાખવામાં આવી હતી
સમગ્ર ભારત ભરમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બરતરફ કરીને ડોકટર વિરોધી એન એમ સી નેશનલ મેડિકલ કાઉન્સિલ બનાવવાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા સમગ્ર દેશમાં બ્લેક ડે તરીકે જાહેર કરી પોતાના કામકાજથી અળગા રહ્યા હતા જેમાં દાદરા અને નગર હવેલીના સરકારી ડોકટરો તેમજ ખાનગી ક્લિનિકના તબીબો પણ જોડાયા હતા જેને સમર્થન આપતા વલસાડ જિલ્લામાં પણ દવાખાનાના તબીબો સહિત ખાનગી ક્લિનિકના ડોકટરો પણ જોડાયા હતા દાદરા અને નગર હવેલીમાં પણ 60થી 70 જેટલા ક્લિનિકોના તબીબો આ હડતાળમાં જોડાયા હતા ઓ.પી.ડી. સવારે 6થી સાજે 6 સુધી બંધ રાખી જે વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ ઇમરજન્સી સેવાને ચાલુ રાખી હતી જેથી અપટકાલીન સમયમાં આવનાર દર્દીને સારવાર મળી શકે હડતાળમાં જોડાયેલા તમામ તબીબોએ વિવિધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા