વલસાડની ત્રણ બ્લડબેંકમાં બ્લડની અછતને પોહચી વળવા ૨૫ સંસ્થાઓ એક સાથે આગળ આવી કર્યું ૩૦2 બોટલ રક્તદાન
વલસાડ જીલ્લામાં આવેલી ત્રણ બ્લડબેંકમાં છેલ્લા ૨ માસ થી બ્લડની તીવ્ર તંગી વર્તાઈ રહી હતી અંદાજીત એક આંકડા મુજબ જીલ્લામાં ૧૫૦ બોટલ રોજની રક્તની જરૂરિયાત સામે માત્ર ૧૦૦ બોટલ જ રક્ત મળી શકે છે ત્યારે લોકોને પડતી અગવડ અને રક્તની જરૂરિયાતને પોહચી વળવામાટે વલસાડજીલ્લામાં ૨૫ જેટલી સામજિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો એક મંચ ઉપર આવીને મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને ૩૦૧ બોટલ યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું
વલસાડ જીલ્લામાં આવેલી ત્રણ બ્લડ બેંક વાપી લાયન્સ બ્લડ બેંક ,વલસાડ રક્તદાન કેન્દ્ર સહીતમાં ઉનાળા દરમ્યાન કોઈ કેમ્પ નું આયોજન કરવામાં આવતું ના હોય છેલ્લા બે માસથી બ્લડ બેંકોમાં રક્ત ની અછ્ત ઉભી થતા લોકોની સમસ્યા વધી છે આ સમસ્યાને ધ્યાને લઇ ને રોટરી કલબ ઓફ વલસાડના નેજા હઠળ વલસાડ શેરને અલગ અલગ ૨૬ સંસ્થાઓ અને સમાજીક સંગઠનના માધ્યમ થી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ કાર્યક્રમનું આયોજન આજે ૧ જુલાઈ ના રોજ સવારે ૮ થી ૨ દરમ્યાન વલસાડ નગર પાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દરેક સંસ્થા ઓ ના સભ્યો એ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું
આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓને વિશેષ ગીફ્ટ આપવામાં આવી હતી તેમજ તેમને પોતાના બ્લડ ગ્રુપ બેનર સાથે સેલ્ફી ખેંચવાનો મોકો પણ આપતા અનેક યુવકો એ સેલ્ફી ખેંચાવી હતી આ તમામ ફોટોમાં એક લકી ડ્રો કરી જીતનારને હેલ્મેટ આપવામાં આવશે આમ રક્તદાન ની સાથે સાથે રોડ સેફટીને પણ આવરી લેવામાં આવી હતી બપોરે અઢી વાગ્યા સુધીમાં ૩૦૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું દરેક સંસ્થા સભ્યો અને વલસાડના લોકો નો ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો
નોધનીય છે કે જીલ્લામાં પ્રસુતિ અને અકસ્માતના કિસ્સાઓમાં બ્લડની ખુબ માંગ રહે છે એક અંદાજ મુજબ વલસાડ જીલ્લામાં રોજની ૧૫૦ બોટલની ડીમાન્ડ સામે માત્ર ૧૦૦ બોટલ રક્ત જ ઉપલબ્ધ કરી શકાય છે ત્યારે બ્લડ બેંકોની ખોટ પૂર્ણ કરવા માટે મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ ખુબ મહત્વ ની સાબિત થઈ હતી