વલસાડમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર પાંગર્યો છે અને વિભાગોમાં બેઠેલા અધિકારીઓને તપાસમાં કોઈ રસ નથી
સત્યડે દૈનિક આખેઆખો રોડ ગળી જનારા બિલ્ડરને પ્રજા વચ્ચે ખુલ્લો પાડશે અને પછી જનતા તંત્ર વાહકોને પૂછશે સવાલ
વલસાડ: વલસાડ માં ઠેરઠેર ભ્રષ્ટાચાર ની બૂમ ઉઠી છે,ત્યારે એક સનસનાટી ભરી માહિતી બહાર આવી છે જેમાં તિથલ રોડ ઉપર એક આખેઆખો રોડ બિલ્ડર ગળી ગયો હોવાની વાત બહાર આવતા આ તંત્રવાહકો ને કેમ નહીં દેખાયું તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
વલસાડ શહેર થીજે રસ્તો કોસંબા તરફ જાય છે અને કોસંબા થી તિથલ રોડ ને જોડતો રસ્તો કે જે વલસાડ ના ડેવલોપમેન્ટ પ્લાન નો ઓફિશયલ રોડ છે તે રોડ એક બિલ્ડર મિત્ર એ તંત્ર ના પોતાના મળતીયાઓ ની મિલીભાગત માં ગાયબ કરી દીધો હોવાની વિગતો બહાર આવી છે અને આ માહિતી ને જનતા સુધી લઈ જવા સત્યડે દૈનિક કટિબદ્ધ બન્યું છે અને તમામ ગોરખધંધા ખુલ્લા પડવાના આવનાર છે એ માટે સત્યડે ની કોપી લેવાનું ચુકતા નહીં.