તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ
ગેસ લાઈનમાંથી ગેસ લીકેજ થતા ગ્રામજનો ભયમાં મુકાયા
વલસાડ નનાકવાડા સિવિલ રોડ પાસે આજરોજ સવારના 12 કલાકે જી એસ પી સી ગેસ લાઈન નજીક ગટર ખોદકામ દરમ્યાન ગેસ લાઈન માં ભંગાર સર્જાતા વિસ્તારના લોકો માં ફફડાટ મચી જવા પામી હતી, ગેસ લાઈન માંથી ફુવારા રૂપે લીકેજ ગેસ રિસવ થતા જી.એસ.પી.સી ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા જે ઘટના પગલે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા, જ્યાં કલાકના જેહમદ બાદ ગેસ લીકેજ બંધ કરી જી.એસ.પી.સી ના કર્મચારીઓ ગેસ લાઈન રીપેર કરી હતી બાદમાં ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હતો