Valsad: ગતરોજ સાંજે વલસાડ ના વોર્ડ નંબર 11 અબ્રામા ખાતે યોજાયેલ ભાજપાની જાહેર સભામાં નગરપાલિકાના માજી સભ્ય ઝાકીર પઠાણએ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ભાજપ નો ખેસ ધારણ કરી ભાજપ સાથે જોડાયા હતા.
ઝાકીરભાઇની સાથે જ નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ ની પેનલના વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસી સભ્ય મહેમુદ આ રાણા પણ ભાજપમાં જોડાયા હતા.