અમૃત મા કાર્ડ લેવા જતા લાભાર્થીઓને સ્વર્ગસ્થ નનીમાં યાદ આવી જાય છે !
રાત ના 2 વાગ્યા થી લાઈન માં ઉભા રહેતા 200 સિનિયર સિટીજનો પૈકી માત્ર 10 ને કાર્ડ મળતા હોવાની હકીકત સામે આવતા સરકારી લાલિયાવાડી ખુલ્લી પડી : જનતા માં અસંતોષ માત્ર એકજ કોમ્યુટર અને સ્ટાફના અભાવ વચ્ચે એક લાભાર્થી પાછળ 20 મિનિટ નો સમય લાગતો હોવાથી માત્ર 10 કાર્ડ બનાવી શકાતા હોવાનો જવાબદારો નો એકરાર
મુખ્યમંત્રી ની અમૃતમ યોજના ની સફળતા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમૃત (માં) યોજના અમલ માં મુકવામાં આવી છે અને ખરેખર આ યોજના ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો માટે ખુબજ જરૂરી અને ઉપયોગી યોજના છે જેમાં લાભાર્થી ને એક કાર્ડ આપવામાં આવે છે જે કાર્ડ નિયત કરેલી ખાનગી અને સરકારી હોસ્પિટલો માં કિડની, હૃદય , કેન્સર જેવા ભયાનક રોગો સહિત બાળકો ના ગંભીર રોગો ની સારવાર વિનામૂલ્યે થઇ શકે છે.
કારણ કે આ રોગો ના ઈલાજ માટે લાખ્ખો રૂપિયા ની ખર્ચ થઇ શકે છે જે સાવ મફત માં એક કાર્ડ હોવાથી ગરીબો તેનો લાભ લઈ શકે છે. આ કાર્ડ એટલે કે માં વાત્સ્યલ કાર્ડ જિલ્લા ,તાલુકા કક્ષાએ સ્થાપિત કિઓસ્ક પરથી મળી શકે છે.
વલસાડ માં પણ આ કાર્ડ મેળવવા માટે રાત ના લગભગ ૨:૦૦ વાગ્યા થી લાઈનો લાગે છે અને સવારે જ્યારે નિયત સમયે કાર્ડ આપવાની કામગીરી શરૂ થાય ત્યારે માત્ર ૧૦ જેટલા લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે છે , બાકીના ના ધરમ ધક્કા ચાલુ રહે છે. અહીં લાઈન માં અંદાજે ૨૦૦ જેટલા સિનિયર સિટીજનો પોતાનો વારો આવવાની રાહ જોઇને બેઠા હોય છે પરંતુ પોતાનો વારો આવે અને ટાઈમ ઓવર થઈ જાય ત્યારે તે ખુબજ નિરાશ થઈ જાય છે. સત્ય ડે અને સત્ય ડોટકોમ ની ટીમે રૂબરૂ જઈ ઝીરો ગ્રાઉન્ડ થી કરેલા રિપોર્ટિંગ માં આ હકીકત બહાર આવતા જાવબદારો એ જણાવ્યું હતું કે અહીં એકજ કોમ્પ્યુટર અને માણસ થી કામ થાય છે એટલે કે એક લાભાર્થી પાછળ અંદાજે ઓછા માં ઓછો ૨૦ મિનિટ નો સમય લાગતો હોવાથી ૧૦ કાર્ડ તૈયાર થઈ શકતા હોવાની મજબૂરી વ્યક્ત કરી હતી, સ્થળ પર આરોગ્ય વિભાગ ના જવાબદર ઓફિસરે જણાવ્યું કે અમે ઉપર આ અંગે ૩ વાર રજૂઆતો કરી ચુક્યા છે અને સિસ્ટમ તથા વધુ ઇન્ફસ્ટ્રક્ચર માટે વાત કરી છે જે આવતા સ્થિતિ સુધરે તેમ છે અને તે માટે ના પ્રયાસો ચાલુ હોવાનું ઉમેર્યું હતુ.
અગાઉ આ સેન્ટર ડુંગરી ખાતે હતું અને ત્યારબાદ તાલુકા કક્ષાએ વલસાડ માં જુના રેકર્ડ રૂમ માં ફાળવી દેવાયું હતું જ્યાં અડધો વિભાગ મુલાકાતીઓ ને કામ લાગતો હતો તે પણ અડધો અન્ય વિભાગ ને આપી દેવાતા લાભાર્થીઓ ને મુશ્કેલી વેઠવી પડી રહી છે , નવાઈ ની વાત તો એછે કે અહીં કોઈ વોશરૂમ કે બાથરૂમ પણ નથી ત્યારે અહીં રાત થી આવતા 70 વર્ષ થી વધુ ઉમર ના સિનિયર સિટીજનો નું શુ થતું હશે તે તો માત્ર કલ્પના કરવી રહી, આમ સરકારી યોજનાઓ ના લાભ લેતા લેતા લાભાર્થી ને કેટલી મુશ્કેલીઓ પડતી હશે તે માટે નું કોઈ સંકલન નહીં હોવાની હકીકત સપાટી ઉપર આવતા વાસ્તવિકતા ખુલ્લી પડી હતી.
આ માટે સત્યડે એ સબંધિત વિભાગ માં સવાલો ઉઠાવતા સ્થળ પર હાજર સબંધિતો એ આ માટે પોતાની મજબૂરી વ્યક્ત કરી હતી અને ઉપર રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે લાભાર્થીઓ ને ખરેખર સુવિધા અને લાભો ક્યારે મળશે તે તો આવનારો સમય જ કહેશે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.