નવસારીના ઇજારેદાર સફાઈ કામગીરીમાં બાળમજૂર, ગર્ભવતી અને સુવાવડી મહિલા પાસે સફાઈની કામગીરી કરાવી રહ્યાનો આક્ષેપ
અરજદારે સફાઈની કામગીરી બાળકો પાસે કરાવે છે એની જાણ ટેલિફોન દ્વારા બાળ કલ્યાણ અધ્યક્ષને કરી તો અધ્યક્ષ પાસે સમય નથી નો જવાબ આપતા અરજદાર આશ્ચર્યમાં મુકાયા
Valsad : વલસાડ નગરપાલિકા દ્વારા નવસારીની એજન્સીને શહેરની સફાઈ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે ગેરકાયદેસર છે જે રદ કરવા ઉપરાંત એજન્સીમાં કેટલાક બાળકોને ગર્ભવતી સુવાવડી મહિલાઓ પાસે સફાઈની કામગીરી કરાવી રહ્યા છે તેમજ આધારકાર્ડ વગરના મજૂરો લાવવામાં આવે છે તદુપરાંત જાગૃત નાગરિકે બાળ કલ્યાણ અધ્યક્ષ અને જાણ કરી અને તપાસ કરવા જણાવ્યું પરંતુ બાળ કલ્યાણ અધ્યક્ષ પાસે સમય નથી નો જવાબ આપવામાં આવ્યા ના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
વલસાડના આરટીઆઇ અને સામાજિક કાર્યકર્તા કાંતિભાઈ ભંડારીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વલસાડ નગરપાલિકા દ્વારા નવસારીની એજન્સીને શહેરની સફાઈ નો ઇજારો આપવામાં આવ્યો છે એજન્સી સંચાલકો સફાઈની કામગીરીમાં બાળ મજૂરો અને ગર્ભવતી અને સુવાવડી મહિલા પાસે મજૂરી કરાવી રહ્યા છે ઉપરાંત પાલિકાએ આપેલ સફાઈનો ટેકો ગેરકાયદે આપવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે એજન્સીમાં કામ કરતાં મજૂરો પાસે આધાર કાર્ડ કે અન્ય કોઈ પુરાવા નથી ઉપરાંત એજન્સીના સંચાલકો મહિલા અને બાળકો પાસે ધમકી આપી સફાઈની કામગીરી કરાવી રહ્યા નો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે વધુમાં એજન્સી સંચાલકો બાળમજૂરો પાસે કામ કરાવતા હોવા અંગે કાંતિભાઈ ભંડારીએ બાળ કલ્યાણ અધ્યક્ષને ટેલીફોન ઉપર માહિતી આપી હતી પરંતુ બાળ કલ્યાણ અધ્યક્ષ જણાવ્યું કે મારી પાસે સમય નથી આવા જવાબ આપતા અરજદાર આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
અહીં નોંધનીય બાબતે છે કે શહેરમાં બાળકો પાસે કોણ મજૂરી કામ કરાવી રહ્યું છે એની તપાસ અને તકેદારી રાખવાની જવાબદારી વાળ કલ્યાણ વિભાગની છે પરંતુ અહીં શહેરના જાગૃત નાગરિકો જ્યારે ધ્યાન દોરે ત્યારે બાળ કલ્યાણ વિભાગના જવાબદારો એ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવી જાેઈએ એવું સ્થાનિકોમાં ચર્ચા રહ્યું છે આ બાબતે કાંતિભાઈ ભંડારીએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે અને તાત્કાલિક તપાસ કરવવાની માંગ કરી છે.