અર્બીસમુદ્ર માં બનેલા અપર એર પ્રેશર ને કારણે સર્જાયેલ હાઈટાઇડ ને કારણે વલસાડ ના તીથલ દરિયા કિનારે અને વલસાડ ના અન્ય વિસ્તાર નાં કિનારે આજે ઊંચા મોજાઓ ઉછાળ્યા , આજે મોજાઓ આશરે 20 ફૂટ ઊંચા ઉછાળ્યા હતા .
વલસાડ ને અડી ને આવેલ અરબી સમુદ્ર એ આજે પોતાનું રોન્દ્ર બતાવ્યુ ત્યારે આજે વલસાડ ના તીથલ ના દરિયા કિનારે મજા માણવા માટે આવેલ સહેલાણીઓ ઉચા ઉછળતા મોજાઓને જોઇને ઉમંગ માં આવી ગયા હતા પરંતુ આ સહેલાણીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે આ તમામ હાઇટાઇડ થી અજાણ હોય એમ દરિયા નાં કિનારે મસ્તી કરતા આપ જોઈ શકો છો ત્યારે નાના બાળકો પણ દ્રશ્યોમાં રમતા નજરે ચઢે છે, અને કેટલાક દ્રશ્યો માં આપ જોઈ શકો છો કે દરિયાના મોજા ની સામે બેસેલા સહેલાણીઓ આશરે ૭ થી ૮ ફૂટ સુધી ઘસડાઈ રહ્યા છે. આ તમામ ની સુરક્ષા સામે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. વલસાડ તીથલ બીચ થી વોલ્ક વે આશરે ૨૦ ફૂટ ઉચો છે અને હાલ દરિયો વોલ્ક વે ને લગોલગ છે , ત્યારે તંત્ર દ્વારા અહી સહેલાણી ઓની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર ઉભી થઇ છે. જે સુરક્ષા કર્મીઓ સહેલાણીઓને વોલ્ક વે નાં કિનારા સુધી હાઈ ટાઇડ નાં સમય માં જવાથી અટકાવતા હોય , નહિતર આવનારા દિવસોમાં અહી મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.