માઉન્ટ આબુના ગુરૂ શિખર ઉપર માઇનસ ચાર ડિગ્રી ઠંડી નોંધાઈ છે છેલ્લા કેટલાય દિવસથી ઠંડી નું પ્રમાણ વધતાં શીતલહેર ફરી વળી છે ઉતર ભારતમાં થયેલ હિમવર્ષાને પગલે માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી વચ્ચે તાપમાનનો પારો ગગડીને માયનસ બે ડીગ્રી પોહચી ગયો હતો ત્યારે ગુરુ શિખર પર શીતલહેરના કારણે 4 ડીગ્રી તાપમાન થતાં પાણી પણ બરફ થઈ ગયું હતું પાઈપલાઇનમાં પાણી થીજી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો જોકે બપોર પછી તાપમાનમાં વધારો થતાં પાણીની હાલાકી દૂર થઈ હતી.
ગુરુશિખર ઊપર ઠંડીના કારણે શિતલહેર ફરી વળતાં આબુ ઠંડુગાર બન્યું હતું આવા વાતાવરણની મજા માણવા પર્યાવરણ પ્રેમીઓ આબુ પોહચી ગયા હતા દાંત કકડાવતી ઠંડીમાં લોકો ધ્રુજી ઉઠ્યા હતા પોલો ગ્રાઉન્ડ માં સવારમાં ઠંડી ની ચાદર છવાઇ ગઇ હતી ધુમ્મસ ભર્યું વાતાવરણના કારણે મોહોલ સુંદર બની ગયો હતો ધુમ્મસને કારણે વાહનચાલકોને થોડી હાલાકી ભોગવવી પડી હતી જોકે આવા વાતાવરણની મજા માણવા સેહલાણિયોતો ઉમટી જ પડતા હોય છે હાલ આબુ ઠંડુગાર બન્યું છે.