અજબ-ગજબની ચેમ્પિયનશિપ: દુનિયામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ છે, જેમાં દુનિયાભરના લોકો ભાગ લે છે. ક્રિકેટ, ફૂટબોલ અને બેડમિન્ટન વગેરે સામાન્ય રમતો છે, જેના વિશે બધા જાણે છે, દરેક લોકો રમે પણ છે, પરંતુ આજકાલ એક વિચિત્ર રમત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ગેમ સ્વીડનમાં રમાશે, જેને ‘સેક્સ કોમ્પિટિશન’ કહેવામાં આવી રહી છે. હા, સેક્સ પણ હવે એક રમત બની ગઈ છે અને તેને રમત તરીકે ઓળખનાર દેશનું નામ સ્વીડન છે. સત્તાવાર રીતે આ સ્પર્ધાને ‘સ્વીડન યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ’ નામ આપવામાં આવ્યું છે.
જેમ કે, સ્વીડનમાં લોકો ફૂટબોલ અને આઈસ હોકી ખૂબ રમે છે. ત્યાં આ રમતોનો ક્રેઝ છે, પરંતુ હવે સ્વીડને સેક્સને પણ એક રમત તરીકે માન્યતા આપી છે. આ દેશ 8મી જૂનથી આ વિચિત્ર રમતની યજમાની કરવા જઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે લગભગ 20 દેશોના ઉમેદવારોએ પણ આ ગેમમાં ભાગ લેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
સમય 45 મિનિટનો રહેશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગેમ એટલે કે સેક્સ કોમ્પિટિશન કેટલાંક અઠવાડિયા સુધી ચાલશે. દરરોજ 6 કલાક ચાલનારી આ ચેમ્પિયનશિપમાં દરેક પાર્ટિસિપન્ટને 45 મિનિટનો સમય આપવામાં આવશે, જેથી તે સ્પર્ધા માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી શકે.
ત્યાં કઈ રમતો હશે?
અહેવાલો અનુસાર, યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપમાં કુલ 16 સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રલોભનથી લઈને ઓરલ સેક્સ, પેનિટ્રેશન, બોડી મસાજ, પોઝિશન ચેન્જ અને પોઝિશનમાં ક્રિએટિવિટી વગેરે સામેલ છે. આ રમતમાં, જજ તેમજ દર્શકો વિજેતા નક્કી કરશે. 30 ટકા મત ન્યાયાધીશો માટે અનામત રાખવામાં આવ્યા છે, જ્યારે 70 ટકા મત પ્રેક્ષકો દ્વારા નક્કી કરવામાં આવશે. પહેલા આ બંનેના મતનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના આધારે જ વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે.
આ રમતથી શું ફાયદો થશે?
ડ્રેગન બ્રેટિચને સ્વીડિશ ફેડરેશન ઓફ સેક્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે શારીરિક સંબંધ રાખવાને રમત તરીકે ઓળખવામાં આવી છે કારણ કે તેનાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન મળશે. આ સિવાય સેક્સ પ્રત્યે લોકોના મનમાં ફેલાયેલા નકારાત્મક વિચારો પણ તેનાથી દૂર થઈ જશે.