સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એશિયન દેશોના રાજનૈતિક અને આર્થિક બાબતોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે, જેમાં ઉત્તર કોરીયાને રાજકીય અને આર્થિક રીતે દુનિયાથી અલગ પાડવાના અભિયાનના ભાગરૃપે અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. અમેરિકન નાણાં મંત્રાલય દ્વારા આ પ્રતિબંધો અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રતિબંધ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરીયન કંપની અને વ્યક્તિઓને વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાંથી બહાર કરવાનો છે.
જે કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં કોરીયાની કેટલીક બેંકો, નિર્માણ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ અને ઓઈલ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ આ પ્રતિબંધની યાદી એર કોરયોના નામે જાહેર કરી છે. અમેરિકાના નાણાં મંત્રાલયે ઉત્તર કોરીયાની સરકારી વિમાન કંપની એર કોરયોને કોરીયાના સૈન્ય નેટવર્કનો એક ભાગ ગણાવી છે. કારણકે, આ કંપનીનુ એક વિમાન જુલાઈ ૨૦૧૩માં વિક્ટ્રી ડે સૈન્ય પરેડમાં જોડાયુ હતું.