ભારતના 33 વર્ષીય યુવકને ચાર મહિલાઓને ડેટિંગ એપ દ્વારા નકલી મસાજ સેન્ટરમાં બોલાવવામાં આવી હતી અને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. હવે આ કેસની સુનાવણી દુબઈ કોર્ટમાં થઈ રહી છે. યુવાનના જણાવ્યા અનુસાર, તે નવેમ્બર 2020માં ડેટિંગ એપ પર આપવામાં આવેલા નંબર દ્વારા દુબઈના અલ રેઝા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો. તેને અહીં ચાર આફ્રિકન મહિલાઓ મળી. મહિલાઓએ તેને ઘેરી લીધો હતો અને છરી બતાવીને મોબાઇલ બેંકની એપ્લિકેશન ખોલવા કહ્યું હતું. જ્યારે તે અનિચ્છા કરી રહ્યો હતો ત્યારે તેના ગળા પર છરી થી થપ્પડ મારી હતી. ત્યારબાદ તેમણે લગભગ પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. બાદમાં યુવાનનો ફોન પણ રાખવામાં આવ્યો હતો.
દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મામલે ત્રણ નાઇજીરિયન મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ચોથી મહિલા હજી પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસ ચોથી મહિલાને શોધી રહી છે. પૂછપરછ દરમિયાન પકડવામાં આવી એક મહિલાએ જણાવ્યું હતું કે તેણે તેને ટિન્ડર એપ દ્વારા મસાજ સર્વિસ આપવાને નામે ફ્રેમ કરી હતી. તેણે દુબઈની બહાર પૈસા ટ્રાન્સફર કરવાની અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા પાછા ખેંચી લીધાની પણ વાત સ્વીકારી છે. આ મહિલાઓ પર લૂંટફાટ, બંધક બનાવવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસ દુબઈ કોર્ટમાં છે. આગામી સુનાવણી ૪ માર્ચે થશે.