નવી દિલ્હી : પાકિસ્તાનના સ્વાતમાં 1300 વર્ષ જૂનું હિન્દુ મંદિર શોધી કાઢવામાં આવ્યું છે. બારીકોટ ઘુંડઇ ખાતે ખોદકામ દરમિયાન, પુરાતત્ત્વીય નિષ્ણાતોએ 19 નવેમ્બરના રોજ શોધની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે 1300 વર્ષ જૂનું મંદિર હિન્દુ રાજવી કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તે ભગવાન વિષ્ણુનું મંદિર છે.
પાકિસ્તાનમાં 1300 વર્ષ જૂનું મંદિરની માહિતી મળી આવી
હિન્દુ શાહી અથવા કાબુલ શાહી (850-1026 એડી) એક હિન્દુ રાજવંશ હતો. તેમનું સામ્રાજ્ય કાબુલ ખીણ (પૂર્વી અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન) અને હાલના ઉત્તર પશ્ચિમ ભારત સુધી વિસ્તર્યું હતું. પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પર્વત પર નિષ્ણાતોને મંદિર મળ્યું. ખોદકામ દરમિયાન તેઓને મંદિરના સ્થળની પાસે મીનારાઓ અને છાવણીઓ પણ મળી આવી છે. આ સિવાય પાણીનો કુંડ પણ મળી આવ્યો છે.
વિષ્ણુનું મંદિર કાબુલ શાહી વંશનું કહેવામાં આવે છે
નિષ્ણાંતોનું માનવું છે કે, ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન માટે કુંડના પાણીનો ઉપયોગ કરતા હશે. ઇટાલિયન પુરાતત્ત્વીય મિશનના વડા ડોક્ટર લુકાએ કહ્યું, “આ ક્ષેત્રમાં પહેલીવાર ગાંધાર સંસ્કૃતિનું મંદિર શોધી કાઢ્યું છે.” તેમ છતાં સ્વાત જિલ્લો એક હજાર વર્ષ જુનો પુરાતત્ત્વીય સ્થળો છે, પરંતુ પ્રથમ વખત હિન્દુ શાહી કાળના નિશાન મળ્યાં છે. હિન્દુ મંદિરની શોધ પાકિસ્તાન અને ઇટાલીના પુરાતત્ત્વીય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી. સ્વાત જિલ્લો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો, ધાર્મિક અને પુરાતત્ત્વીય સ્થળો સ્વાતને દૃશ્યમાન બનાવે છે. બૌદ્ધ ભક્તો પણ બૌદ્ધ પૂજા સ્થાનોના કારણે સ્વાત જિલ્લામાં આવે છે.