નોટબંધીની ભારતીય અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે. દુનિયાની સૌથી મોટી કોન્ટ્રેક્ચ મેન્યુફેક્ચરર અને મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ચટની પોસ્ટર બોય મનાતી કંપની ફોક્સકોનને પોતાના ૮૦૦૦ ફેક્ટરી વર્કર પૈકી લગભગ ૨૦૦૦ વર્કર્સને ૧૫ દિવસની ફરજીયાત રજા ઉપર ઉતારી દીધા છે.
૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટ બંધ થઈ જવાના કારણે માર્કેટમાં સર્જાયેલ નાણાની તંગીથી ફોનના વેચાણમાં ૫૦ ટકાનો જંગી ધટાડો આવ્યો છે. જેથી આ કંપનીઓએ પણ પોતાનુ પ્રોડક્શન ધટાડવાની ફરજ પડી છે. ઈન્ડસ્ટ્રિ સાથે જોડાયેલ લોકોનુ કહેવુ છે કે સામાન્ય દિવસોમાં ભારતમાં મોબાઈલ સેલિંગ માસિક
૪૦૦ કરોડ આસપાસ રહેતી હતી. જે હવે ઘટીને ૧૭૫થી ૨૦૦ કરોડ પર આવી ગઈ છે.
લાવા અને કાર્બન જેવી ભારતીય કંપનીઓ પણ કર્મચારીઓની મોટા પાયે છટણીની યોજના બનાવી રહી છે. આવી કંપનીઓ પોતાનો ૧૦થી ૪૦ ટકા સુધીનો સ્ટાફ ઘટાડી શકે છે. લાવાએ પોતાનો પ્રોડક્શન પ્લાન આજથી એક મહીના માટે બંધ કરી દીધો છે.
આ પ્લાન્ટમાં લગભગ ૫૦૦૦ લોકો કામ કરે છે. સુત્રોના જણાવ્યા મુજબ બીજી કંપનીઓ પણ ટુંક સમયમાં જ આ માર્ગ અપનાવી શકે છે. ચાઈનાની શાઓમાઓપો અને જિયોની ઉપરાંત ઈનફોક્સ અને નોકિયા સાથે સાથે લાવા કાર્બન અને માઈક્રોમેક્સ માટેના ડિવાઈસ ફોક્સકોન કંપની જ બનાવે છે.
નિષ્ણાંતોનુ માનવુ છે કે ભારતમાં વપરાતા ૫૦ ટકા ફોનના ડિવાઈસ ફોક્સકોન તૈયાર કરે છે. ફોક્સકોનના મેન્યુફેક્ચરીગ સાથે સંકળાયેલા એક એક્ઝિક્યુટિવે જણાવ્યુ હતુ કે આંધ્રપ્રદેશના શ્રી સિટીમાં આવેલ ચાર પ્લાન્ટમાં દર મહીને લગભગ ૧૨ લાખ ફોન બનાવવાની ક્ષમતા છે. પહેલા અહી ૨૫ લાખ ફોન બનાતા હતા. પરંતુ કંપનીએ ૨૦૦૦ કર્મચારીઓને જબરજસ્તી રજા પર ઉતારી દીધા છે.