નાઇજિરીયામાં પહેલીવાર ગોરીલાની એક દુર્લભ પ્રજાતિ નજરે પડી છે. જેનાથી પર્યાવરણ પ્રેમીઓ અને વન્ય સંરક્ષણ પ્રેમીઓના ચહેરા પર ખુશી છવાઇ ગઇ છે. આ દુર્લભ ક્રૉસ નદી ગોરિલ્લાના સમૂહમાં નાના બાળકો પણ છે. નોંધનીય છે કે ગોરિલ્લાની આ પ્રજાતિને વિલુપ્ત થયેલી માનવામાં આવતી હતી. પણ હવે આ પ્રજાતિના એક નર સાથે બાળકો અને માદા ગોરિલાનું ઝૂંડ નજરે પડ્યું છે. વાઇલ્ડલાઇફ કંઝર્વેશન સોસાયટી કહ્યું કે નાઇજિરીયાની કૈમરુન પહાડી ક્ષેત્રમાં કેમરા લગાવવામાં આવ્યા હતા. જેમાં આ દુર્લભ જાતિના ગોરિલ્લાની તસવીરો કેપ્ચર થઇ હતી. આ વિસ્તારને ગોરિલ્લાના સંરક્ષણ માટે અલગ થલગ કરવામાં આવ્યો હતો. જેથી આ વિલુપ્ત થતી પ્રજાતિઓ અને ઉપ પ્રજાતિઓ વચ્ચે પ્રજનન દ્વારા નવા બાળકોનો જન્મ થઇ શકે. આ તસવીરો આવા જ પ્રયાસોનું ફળ માનવામાં આવી રહ્યું છે.
Sunday, May 19