રશિયા-યુક્રેન મહાયુદ્ઘનો આજે 57મો દિવસ પ્રેવેશી ચુક્યો છે હજુ પણ બંને દેશો એકબીજાને લડત આપી રહ્યા છે ફિલ્મી સ્ટાઇલમાં કહીએ તો ‘’ઝૂકેંગા નહી’’ જેવી પરિસ્થિત નિર્માણ થયો છે રશિયાએ હુમલા વધુ તેજ કર્યા છે તેના જવાબમાં યુક્રેન પણ નમતુ ઝૂકવાનુ નામ નથી લઇ રહ્યા આ વચ્ચે રશિયાએ 56 દિવસ બાદ યુક્રેન સૌથી મોટુ બંદર શહેર મારિયોપુલ કબજો કરી લીધો છે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મારિયુપોલ શહેર પર કબજો કરવાની એલાન કર્યો છે તેમણે કહ્યું કે અમે મારિયોપુલ શહેરને આઝાદ કરાવ્યું છે. ન્યૂઝ એજન્સી રિપોર્ટ અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે અઝોવસ્ટલ પ્લાન્ટ સિવાય સમગ્ર મેરિયુપોલને રશિયન સેનાએ કબજે કરી લીધું છે. રશિયન સેનાએ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 90% મારિયુપોલનો નાશ કર્યોછે.
રશિયા દ્ઘારા બુધવારે યુક્રેન પર એક જ દિવસમાં 1100 હુમલા કરવામાં આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનમાં ડોનબાસમાં 20,000 ભાડૂતી સૈનિકો તૈનાત કર્યા છે. રશિયાએ આ ભાડૂતી સૈનિકોને સીરિયા, લિબિયા અને જ્યોર્જિયાના વેગનર ગ્રૂપ દ્વારા તૈનાત કર્યા છે, જે તેની સેનાની અજ્ઞાત ટુકડી છે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સતત રશિયાને યુદ્ધ બંધ કરવા વિનંતી કરી રહ્યા છે. તેણે ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિને યુદ્ધ ખતમ કરવા માટે રૂબરૂ બેસીને વાત કરવા વિનંતી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાતની પણ વિનંતી કરી.