ઘણીવાર આપણે દાંતના નાના-મોટા દુખાવાને અવગણી નાખીએ છીએ. પરંતુ આ નાની બેદરકારી ક્યારેક ગંભીર સ્વરૂપ લઈ શકે છે. 35 વર્ષની રેબેકા ડોલ્ટનને ચાલવામાં તકલીફ થઈ અને ધીમે-ધીમે યાદશક્તિ ગુમાવ્યા બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ટેસ્ટ કર્યો તો મગજમાં બેક્ટેરિયલ ચેપ જોવા મળ્યો. ડોક્ટર્સે પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. રેબેકાને સતત 5 મહિના હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા. ડિસ્ચાર્જ થયા બાદ તેણે કહ્યું કે, મને નવો દૃષ્ટિકોણ મળ્યો છે. મને મળેલી શીખ દર્શાવે છે કે તમારે કોઈપણ વસ્તુને હળવાશમાં ન લેવી જોઇએ. ડોકટર્સના જણાવ્યા અનુસાર, મહિલાના ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું કે બેક્ટેરિયાનો ચેપ મગજમાં પહોંચ્યો હતો. ટેસ્ટ રિપોર્ટમાં તેની અસર હૃદય અને લિવરમાં પણ જોવા મળી હતી. તે હરવા-ફરવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ડોકટર્સે રેબેકાનો કેસ રોયલ ઇન્ફર્મરીના ન્યુરોલોજી વિભાગમાં ટ્રાન્સફર કર્યો. બચવાની સંભાવના બહુ ઓછી હતી એવું રેબેકાની માતાને કહેવામાં આવ્યું હતું.
Sunday, May 19