રશિયામાં ઇસ્તિન્કા ગામમાં એક કપલે પોતાનાં ઘરના ગાર્ડનમાં ગીઝાના મહાન પિરામિડની પ્રતિકૃતિ બનાવી છે. એન્ડ્રી અને વિક્ટોરિયા વખ્રુશેવે બનાવેલો આ પિરામિડ આબેહૂબ ઈજીપ્તના પિરામિડ જેવો જ લાગે છે. જો કે તે ઓરિજીનલ પિરામિડ કરતાં 19 ગણો નાનો છે. કપલે પિરામિડ બનાવવા માટે કોન્ક્રીટનાં બ્લોકનો ઉપયોગ કર્યો છે અને 13 મીટરમાં ફેલાયેલા પિરામિડનું વજન 400 ટન છે.
જૂન 2019માં કપલે એક ટીમ બનાવીને કામ શરુ કર્યું હતું. ઈજીપ્તના ત્રણ પિરામિડમાંનો સૌથી જૂનો અને મોટો પિરામિડ બનાવવોએ કોઈ રમત વાત નહોતી. કપલે 2 વર્ષ સુધી તેની ડીઝાઇન પર અભ્યાસ કર્યો એટલું જ નહિ પણ બે વર્ષમાં અનેક વખત પિરામિડ જોવા માટે ઈજીપ્તની મુલાકાત પણ લીધી હતી. ઓરિજનલ પિરામિડ જેવો દેખાવ લાવવા માટે અમે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે. પિરામિડ બન્યાં પછી અમે ઘણા ખુશ છીએ.