વિયેટનામની રાજધાનીમાં ગુરુવારે દુનિયાની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલ ડોલ્સે હનોઈ ગોલ્ડન લેકનો શુભારંભ થયો. આ હોટલમાં ગેટથી માંડીને પ્લેટ અને કપ સુધી બધું જ સોનાનું બનેલું છે. આ 25 માળની ફાઈસ્ટાર હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દીવાલો પર લગભગ 54 હજાર ચોરસફૂટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સ લગાવાઈ છે. ડબલ બેડરૂમના સ્યૂટનું એક રાતનું ભાડું લગભગ રૂ.75 હજાર અને બીજા રૂમનું ભાડું લગભગ રૂ.20 હજાર છે. વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી માંડીને તમામ એસેસરી પણ ગોલ્ડ પ્લેટેડ રખાઈ છે. બેડરૂમમાં પણ ફર્નિચર અને સામાનો પર ગોલ્ડ પ્લેટિંગ કરાયું છે.
Sunday, May 19