જો આપણને ખ્યાલ આવી જાય કે, આપણી પાસે હવે કેટલો સમય બચ્યો છે. એટલ કે, ક્યારે હાલત ખરાબ થવાની છે. ક્યારે એવી પરિસ્થિતી આવી જાય કે, માણસ માટે જીવવું મુશ્કેલ થઈ જાય. જો કે, હવે આવું બતાવનારી ઘડિયાળ આવી ગઈ છે. આ ઘડિયાળ અમેરિકાના ન્યૂયોર્કમાં લગાવવામાં આવી છે. જેને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ ડિજીટલ ક્લોક. ક્લાઈમેટ બદલાઈ રહ્યુ છે. જો કે, અમુક લોકો માને છે કે, કઈ નથી બદલાયું. આ ઘડિયાળ પણ બતાવે છે કે, દુનિયા પાસે કેટલો સમય બચ્યો છે.આ ઘડિયાળને બે આર્ટિસ્ટે બનાવી છે. જેનુ નામ ગૈન ગોલન અને એંડ્ર્યૂ બોયડ છે. તેમણે આ ઘડિયાળ દ્વારા દુનિયાને બતાવ્યુ છે કે, આપણી પાસે 7 વર્ષ 101 દિવસ અને 17 કલાક 29 મિનિટ અને 22 સેકન્ડ બચ્યા છે. આ ડેટા જણાવે છે કે, દુનિયામાં આટલા વર્ષોમાં કાર્બન ખૂબ જ વધી જશે. તેનું લેવલ એટલુ વધી જશે કે, તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જશે. બાદમાં દુનિયાના કેટલાય ભાગોમાં પુર આવશે. જંગલોમાં આગ લાગશે. દુકાળ પડશે. લોકો ડિપ્લોમેંટ્સ થશે. ધરતીનું કાર્બન બજેટ ઓછુ થઈ જશે. તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. ત્યાર બાદ હીટ એટલુ વધી જશે કે, પાણીની મુશ્કેલી આવશે. વર્ષ 2019માં નાસાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ક્લાઈમેટ ચેન્જ વિશે લોકોને સચેત કર્યા છે.
Sunday, May 19