બ્રિટનમાં 40 વર્ષીય ઝારા બટ બોક્સિંગ કોચ છે. તે નોટિંઘમશાયરમાં રહે છે. પ્રેગનન્સી પછી ઝારા ડિપ્રેશનનો ભોગ બની હતી. તે દરમિયાન તેણે સ્પોર્ટ્સની મદદથી પોતાની તકલીફોની દૂર કરવાના પ્રયત્નો કર્યા અને તે સફળ થઈ. હાલ 3 બાળકોની માતા ઝારા બ્રિટનની પ્રથમ એવી મહિલા છે જે હિજાબ પહેરીને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને બોક્સિંગ શીખવાડે છે. ઝારા ટ્રેનિંગ દરમિયાન પણ હિજાબ ઉતારતી નથી તેની પાછળનું કારણ તે કહે છે કે, હું નથી ઈચ્છતી કે હિજાબ કાઢીને લોકોની ખરાબ કમેન્ટ્સ સાંભળું. 40 વર્ષીય ઝારાએ બોક્સિંગને જ પોતાનું ફુલ ટાઈમ કરિયર બનાવી દીધું છે. એક બોક્સર બનીને લોકો તેને પોઝિટિવ મેસેજ આપ છે, જેને લઇને પોતાના કામથી ઘણી ખુશ છે.
Monday, May 20