માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ઓરેકલના ભૂતપૂર્વ સીઈઓ માર્ક હર્ડની 60 વર્ષીય પત્ની પૌલા હર્ડને ડેટ કરી રહ્યા છે. મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ અને બિલ ગેટ્સે ઓગસ્ટ 2021 માં છૂટાછેડા લીધા હતા. નવા કપલને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સની ફાઈનલ મેચ જોતા સાથે જોવામાં આવ્યું હતું. આ પહેલા પણ બંને ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે.
પૌલા હર્ડના લગ્ન 30 વર્ષ પહેલા સોફ્ટવેર કંપની ઓરેકલના સીઈઓ માર્ક હર્ડ સાથે થયા હતા, જેનું 2019માં અવસાન થયું હતું. People.com અનુસાર, પૌલાએ 1984માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
કૉલેજ પછી, પૌલા હર્ડે સોફ્ટવેર કંપનીમાં સેલ્સ અને એલાયન્સ મેનેજમેન્ટમાં તેની દાયકાઓ લાંબી કારકિર્દીની શરૂઆત કરી.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ બિલ ગેટ્સ અને પૌલા હર્ડ, 67, હજુ સુધી તેમના બાળકોને એકબીજા સાથે પરિચય કરાવ્યા નથી. પૌલાને બે બાળકો છે.
જો અહેવાલોનું માનીએ તો, ઓસ્ટ્રેલિયન ઓપન પછી, બિલ ગેટ્સ અને પોલ હર્ડ બંને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝને મળવા મેલબોર્નથી સિડની ગયા હતા.