નવી દિલ્હી : બ્રાઝિલની એક અદાલતે રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોને તેમના કોરોના વાયરસ (કોવિડ 19) નો ટેસ્ટ રિપોર્ટ બે દિવસ (48 કલાક)માં સુપરત કરવા આદેશ આપ્યો છે. જી 1 બ્રોડકાસ્ટર અનુસાર, સંઘીય ન્યાયાધીશ આના લુસિયા પેટ્રી બેટ્ટોએ બોલ્સોનારોને તેના તમામ સંશોધન અહેવાલો રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટે રાષ્ટ્રપતિને આ માટે બે દિવસનો સમય આપ્યો છે અને દરરોજ 5000 રિયાલ (બ્રાઝિલિયન ચલણ)નો દંડ પણ ફટકાર્યો છે.
બોલ્સોનારો માર્ચમાં 20 સદસ્યોના પ્રતિનિધિ મંડળ સાથે યુએસ ગયા હતા અને બાદમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે ઘણા ટેસ્ટ કરાવ્યા પરંતુ રિપોર્ટ પોઝિટિવ હોવાની વાતને નકારી કાઢી હતી. નોંધનીય છે કે, બ્રાઝિલમાં અત્યારસુધીમાં 85 હજારથી વધુ કેસ નોંધાયા છે અને લગભગ 6000 લોકોનાં મોત નીપજ્યાં છે.