બ્રિટનના સાંસ્કૃતિક મંત્રી ઓલિવર ડાઉડેને પોતાના દેશના લોકોને અખબાર ખરીદવાની અપીલ કરી છે. બ્રિટિશમંત્રીએ દેશભરના લોકોને આગ્રહ કર્યો કે તેઓ કોરોના સંકટના આ દોરમાં કયા કામો કરવા છે એ યાદીમાં અખબાર ખરીદવાનું પણ ઉમેરી લે. ઈન્ડિપેન્ડેન્ટ અખબારના અહેવાલ મુજબ ડાઉડેને કહ્યું કે કોરોનાની આ મહામારી પ્રેસના ઈતિહાસમાં અનેક પરંપરાઓનું અસ્તિત્વ મિટાવવા અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ બનીને સામે આવી છે. તેમણે કહ્યું કે આ દોરમાં રાષ્ટ્રીય તથા પ્રાદેશિક અખબારોમાં મહેસૂલી આવક અને સર્ક્યુલેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
Saturday, May 18