નવી દિલ્હી : દરેક વ્યક્તિ, પછી ભલે તે માનવ હોય કે પ્રાણી, તેના બાળક માટે સમાન સ્નેહ ધરાવે છે. પક્ષીઓ અને પ્રાણીઓની જાતિમાં પણ, માતાઓ તેમના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. આવો જ એક માતાનો પ્રેમ તુર્કીના ઇસ્તંબુલમાં જોવા મળ્યો, જ્યાં એક બિલાડી તેના બચ્ચાને એટલે કે મીંદડાને તકલીફ થતા તેને લઈને હોસ્પિટલ પહોંચી હતી.
ખરેખર, એક બિલાડી અને તેના બચ્ચાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં એવું જોવા મળી રહ્યું છે કે બિલાડી તેના માસૂમ બચ્ચાને જડબાથી પકડીને હોસ્પિટલમાં લઈ આવી હતી. આ બિલાડીની મમતાએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.
Merve Özcan નામના ટ્વિટર યુઝરે આ ફોટા તેના ઇન્સ્ટા પર શેર કર્યા છે. તેણે લખ્યું કે, આજે અમે ઇમરજન્સી રૂમમાં હતા, ત્યારે એક બિલાડી તેના બીમાર બચ્ચાનેને મોંમાં લઈને આવી હતી. ”આ પછી, ડોકટરોએ પહેલા તેના બચ્ચાની તપાસ કરી. બચ્ચું થોડું બીમાર હતું અને નબળું દેખાતું હતું. સ્ટાફે બિલાડી અને તેના દૂધ પીવડાવ્યું હતું.
બિલાડી અને તેના બચ્ચાને પાછળથી પશુવૈદમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને સ્વસ્થ છે. બિલાડીની આ તસવીરે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. તેને અત્યાર સુધીમાં 80,000 થી વધુ લાઇક્સ અને એક હજારથી વધુ કૉમેન્ટ્સ મળી છે.