એક પ્રેગન્ટ મહિલાનો ફોટોશૂટ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં જોઈએ તો, આ તસ્વીરો એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે, આ મહિલાઓ પોતાના પેટ પર અનેક મધમાખીઓ એકઠી કરી છે. બેથની કરૂલાક બેકર નામની આ મહિલાએ પોતાનું પ્રેગન્સી ફોટોશૂટના ફોટાઓ શેર કર્યા છે. આ ફોટાઓમાં તેના પેટ પર ભલે અનેક મધમાખીઓ દેખાતી હોય પણ તે એક દમ શાંત દેખાઈ છે અને હસતી જોવા મળે છે. બેથનીની આ તસ્વીરોમાં તેના ચહેરા પર પ્રેગન્સીનો ગ્લો પણ જોવા મળે છે. જો કે, બેથનીની આ તસ્વીરો પર અનેક લોકોએ નકારાત્મક કમેન્ટ પણ કરી છે. જો કે, બેથનીની ફેસબુક પ્રોફાઈલ અને તેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, તે Outlaw Apiaries ફાઉન્ડર છે અને તેને મધમાખીઓ સાથે ખાસ કનેક્શન છે.
Sunday, May 19