દેશની રાજધાની મોસ્કોમાં રહેતા એક બિઝનેસમેન લોકડાઉનમાં ઘરે બેસી રહેવાને બદલે ડિલિવરી મેનનું કામ કરીને જરૂરિયાતમંદ સુધી ભોજન પહોચાડી રહ્યા છે. ઘરે ઈન્ટરનેટ પર રોજ કામ કરીને તેઓ કંટાળી ગયા હતા આથી તેમણે શારીરિક શ્રમ અને ઓછા મહેનતાણાવાળી નોકરી પસંદ કરી. 38 વર્ષીય સર્જેંઈ નોચોવની, મહામારી કોરોના વાઇરસને લીધે મારા ધંધાને કોઈ અસર થઇ નથી પણ જિંદગી બીજી રીતે જોવા માગું છું આથી હું ડિલિવરી મેનની નોકરીમાં જોડાયો છું. હું લોકોને ઘરે-ઘરે જમવાનું પહોચાડવા માટે રોજ 20 કિલોમીટર ચાલુ છું. હું ખુશ છું કે મને ઈન્ટરનેટ પર કામ કરવાથી છુટ્ટી મળી ગઈ છે. શારીરિક શ્રમની આ નોકરીમાં મને ઘણું બધું શીખવા અને સમજવા મળ્યું છે.