પનામા પેપર લીક્સથી દુનિયાભરના મોટા મોટા નેતાઓની પોલ ખોલનાર મહિલા પત્રકાર ફની કૈરુઆનાની ગલિજિયા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામી હોવાના સમાચાર મળી રહ્યા છે.પનામા કૌભાંડનો પર્દાફાશ કરનાર ફની કૈરુઆનાની હત્યાથઇ હોવાની વાત બહાર આવી રહી છે
ઉલ્લેખનીય છે કે પનામા પેપર બહાર આવતા જ અનેક રાજનેતાઓ અને ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું. ત્યારે પનામા પેપર લીક કરાવનાર મહિલા પત્રકાર ડૈફની કૈરુઆનાની ગલિજિયા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામી હતી. પનામા પેપરના દસ્તાવેજો તેમના બ્લોગ પર લીક કર્યા હતા. તે પછી તેમના દેશના લોકો જેટલા છાપા નહીં વાંચતા તેટલી મોટી સંખ્યામાં લોકોએ તેમના બ્લોગ વાંચ્યા હતા. અને પછી સોશ્યલ મીડિયામાં આ વાત વિવાદનો મુદ્દો બની હતી.
તેમની હત્યા વિષે વિશેષ વાત કરીયે તો સોમવારે બપોરે ગલીજિયામાં કાર વિસ્ફોટ થયો હતો. જેમાં તેમની કારના ટૂકડે ટૂકડા થઇ ગયા હતા. તેમણે હાલમાં જ માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કટ અને ત્યાંના બે વેપારીઓ અંગે મોટો ખુલાસો કર્યો હતો. જો કે આ બોમ્બ વિસ્ફોટને અહીં એક આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે. પણ કોઇ આતંકી સંગઠને હજુ સુધી કોઈ જવાબદારી નથી લીધી. તેમ છતાં માલ્ટાના રાષ્ટ્રપતિ મરી લુઇસ કોલેરો પ્રકાએ લોકોને શાંતિની અપીલ કરી છે. જો કે આ હુમલા પછી બોલવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુનેગારને સજા કરવાની ખાતરી આપી હતી.
ચોથી જાગીર કહેવાતા પત્રકારોની હત્યામાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. કાયદાને ગુનેગારો રમત સમાન માની રહ્યા છે ત્યારે નીડર અને નિષ્પક્ષ પત્રકારોની હત્યા અટકાવવા વૈશ્વિકમંચ પર વાર્તાલાપ થવો જોઈએ તેમ ચર્ચાના એરણ ઉપરથી જાણવા મળી રહ્યું છે.