કોરોના વાઇરસના ચેપની સારવાર દરમિયાન તેની સાઇડ ઇફેક્ટ્સ ખૂબ જોખમી રીતે બહાર આવી રહી છે. ચીનના વુહાનમાં કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ કાળા થઈ ગયા છે. વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના ડોકટર્સમાં પણ આવા કેસ નોંધાયા છે. ડો. યી ફેન અને ડો. વીફેંગને 18 જાન્યુઆરીએ કોરોનાનો ચેપ લાગ્યો હતો તે આશરે 6 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં રહ્યા અને આ સમય દરમિયાન તેમનું આખું શરીર કાળું થઈ ગયું. ડો. લી શુશેંગના જણાવ્યા અનુસાર, ત્વચામાં પરિવર્તન આવવાનું કારણ સારવાર દરમિયાન આપવામાં આવતી કોઈ દવા પણ હોઈ શકે છે. જો કે, ડો. લીએ એ વાત સ્પષ્ટ ન કરી કે તેમને કઈ દવાઓ આપવામાં આવી છે. ડો. લીનું કહેવું છે કે, એવી અપેક્ષા છે કે આડઅસર ઓછી થવાની સાથે તેમની ત્વચાનો રંગ સામાન્ય થઈ જશે.
Monday, May 6