નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ અનેક દિવસો બાદ પોતાનું મૌન તોડ્યું હતું. અને એકવાર ફરીથી કોરોના વાયરસને લઈને ચીન ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે દુનિયાના લોકો હવે એવું માનવા લાગ્યા છે કે કોરોના અંગે મેં જે વાત કહી હતી તે સાચી છે.
તેમણે એકવાર ફરીથી દુનિયાભરમાં કોરોના ફેલાવવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યો છે. અને કહ્યું છે કે ચીન આ વાયરસના કારણે દુનિયાને થયેલા નુકસાનનું ચૂકવણું કરે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હવે દરેક તથાકથિત દુશ્મન છે તેમણે પણ એવું કહેવાનું શરું કર્યું છે કે ચીની વાયરસ વુહાન લેબમાંથી ફેલાવવાની વાત માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાચા હતા. આ વાયરસથી થયેલા વિનાશ માટે ચીનને અમેરિકા અને દુનિયાને 10 ટ્રીલિયન ડોલરનું વળતર આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોના વાયરસ ફેલાવવા અંગે શરુથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમણે અનેક વખત પોતાના સંબોધનોમાં કોરોનાને ચાઈનીઝ વાયરસ કહ્યો હતો.