ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 6.53 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ઈન્ડોનેશિયા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. સમયાંતરે ધરતીકંપના જોરદાર આંચકાઓને કારણે જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. 2004 માં, ભૂકંપના જોરદાર આફ્ટરશોક્સ પછી આવેલા સુનામીના મોજાએ અહીં વ્યાપક વિનાશ સર્જ્યો હતો.