જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને લઈને ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેમની હાલત ખૂબ જ નાજુક છે. તેણે કહ્યું કે શિંજોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે આ એક ઘાતકી હુમલો હતો. આવા કૃત્યોને સાંખી લેવામાં આવશે નહીં.
મીડિયા સાથે વાત કરતા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું, ‘આ એક બર્બર અને દુર્ભાવનાપૂર્ણ ઘટના છે અને તેને સહન કરી શકાય નહીં. અમે અમારાથી બનતું બધું જ કરીશું. આ સમયે, ડોકટરો શિન્ઝો આબેને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.