કોરોનાવાઈરસના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના પગલે દરેક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. પરિવારના લોકો કોરોનાના ડરથી ડોક્ટરો પાસે નથી જતા તેમજ ગંભીર બીમારીઓથી બચવા માટેની રસીથી કરોડો બાળકો વંચિત રહી ગયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોને ડર છે કે આ રીતે કુટુંબો બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છે. રસીકરણનો દર જોખમી રીતે ઘટી રહ્યો છે, તેનાથી કરોડો બાળકોમાં ચિકન પોક્સ, કુકર ખાંસી અને અન્ય જીવલેણ બીમારીઓનું જોખમ ઉભું થઈ ગયું છે. પીડીયાટ્રિક ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ કંપની દ્વારા અમેરિકાના 1000 ક્લિનિક્સમાંથી એકત્રિત કરવામાં આવેલી જાણકારી અનુસાર, 16 ફેબ્રુઆરીની સરખામણીએ એપ્રિલના પહેલા સપ્તાહમાં ચિકન પોક્સ અને રૂબેલાના રસીકરણમાં 50%, ડિપ્થેરિયામાં 42% અને કુકર ખાંસીની રસીમાં 42% અને એચપીવીના રસીકરણમાં 73%નો ઘટાડો નોંધાયો છે.