ચિયાંગ થાઇલેન્ડની ઉત્તરે પર્વતોથી ઘેરાયેલું એક શહેર છે. ઉત્તર થાઈલેન્ડમાં ચિયાંગ સેનમાં અનંતારા ગોલ્ડન ટ્રાઈએન્ગલ એલિફેંટ કેમ્પ એન્ડ રિસોર્ટમાં દુનિયામા ટ્રાન્સરન્ટ પોડ્સ બનાવવામાં આવ્યા છે. તેને ‘જંગલ બબલ’ નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પહેલો ટ્રાન્સપરન્ટ પોડ્સ છે. અહીંથી તમે હાથીઓ અને અન્ય પ્રાણીઓને તેમની કુદરતી સ્થિતિમાં જોઈ શકો છો. તેના માટે અહીં ટ્રાન્સપરન્ટ પોડ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં એક કિંગ સાઈઝ બેડ, એક લિવિંગ રૂમ સામેલ છે. જો કે, અહીં રોકાવવાનો ખર્ચ વધારે છે. અહીં બે લોકો માટે અહીં એક રાતનું ભાડું અંદાજે 35 હજાર રૂપિયા છે. તેથી અહીં રોકાવવા માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. જંગલ બબલ સંપૂર્ણ રીતે એરકન્ડિશન્ડ છે. હાથી શિબિર માટે વિશ્વ વિખ્યાત છે, જેને ગોલ્ડન ટ્રાઈએન્ગલ એશિયન એલિફેંટ ફાઉન્ડેશન (GTEF)ની સાથે મળીને હાથીઓની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
Monday, May 20