નવી દિલ્હી : હવાઈથી ભારતીય મૂળની અમેરિકન સાંસદ તુલસી ગબાર્ડે અમેરિકામાં ‘હિન્દુફોબિયા’ પર ટિપ્પણી કરી છે. તુલસી ગબાર્ડે ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, ‘દુર્ભાગ્યે હિન્દુફોબિયા એકદમ વાસ્તવિક છે. મેં કોંગ્રેસ (યુ.એસ. સંસદ) ના દરેક અભિયાન અને રાષ્ટ્રપતિ પદની રેસમાં તેનો સીધો અનુભવ કર્યો છે. આ ફક્ત એક ઉદાહરણ છે, જેનો આપણા દેશમાં દરરોજ હિન્દુઓ સામનો કરે છે. દુઃખની વાત છે કે આપણા નેતાઓ અને મીડિયા આને માત્ર સહન જ કરે છે એટલું જ નહીં, પણ ઉશ્કેરે છે. ‘
તુલસી ગબાર્ડે ઉબેર ડ્રાઇવર સાથેના અનુભવની કોઈની ફેસબુક પોસ્ટને પણ ઉદાહરણ તરીકે રીટ્વીટ કરી હતી. આ વ્યક્તિ સાથેની એક મુલાકાતમાં ઉબેર ડ્રાઈવરે દિલ્હીમાં તાજેતરની હિંસામાં મુસ્લિમોની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, ખુદ તુલસી ટ્વીટને કારણે ખુદ વિવેચકોના નિશાને આવી ગઈ છે.
Unfortunately, Hinduphobia is very real. I've experienced it directly in each of my campaigns for Congress & in this presidential race. Here's just one example of what Hindus face every day in our country. Sadly, our political leaders & media not only tolerate it, but foment it. https://t.co/60MDtszQHf
— Tulsi Gabbard ? (@TulsiGabbard) March 5, 2020
ઉલ્લખેનીય છે કે, હિન્દુ અમેરિકન મહિલા કોંગ્રેસના પ્રથમ સભ્ય, તુલસી 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હવાઇથી તેના ચૂંટણી પ્રચારની ઔપચારિક શરૂઆત કરી હતી. ઇરાક યુદ્ધની દિગ્ગજ સૈનિક રહેલી તુલસી 2016 ની ચૂંટણી પ્રચારમાં વર્મોન્ટથી સીનેટર બર્ની સેન્ડર્સના મુખ્ય સમર્થક તરીકે 2016 માં હેડલાઇન્સમાં આવી હતી.