અમેરિકાના શિકાગોમાં રહેતી 29 વર્ષીય રેન્સખહોરલુ બડ જેવું અટપટું નામ ધરાવતી સ્ત્રીની ઊંચાઈ 52.8 ઇંચ એટલે કે 6 ફૂટ 8 ઇંચ છે. રેન તેની ઊંચાઈને લીધે રસ્તામાં આવતા-જતા બધા જ લોકોનું ધ્યાન ખેંચે છે. રેનના પરિવારમાં પણ દરેક લોકોની હાઈટ નોર્મલ કરતાં વધારે જ છે. યાને કે ઊંચું શારીરિક કદ તેમનાં જનીનમાં છે. રેને કહ્યું કે, મને મારી ઊંચાઈથી કોઈ શરમ નથી આવતી, બલકે ગર્વ થાય છે.
રિપોર્ટ પ્રમાણે રેન દુનિયાની બીજા નંબરની સૌથી લાંબા પગ ધરાવતી મહિલા છે. ઘણી વખત રેનની હાઈટ જોઇને લોકો મજાક પણ ઉડાવે છે, પણ તેને કોઈ ફરક પડતો નથી. રેન વ્યવસાયે ફેશન મોડલ છે. તે લાંબી છોકરીઓ માટે લેગિંગ્સ બનાવતી બ્રાન્ડ માટે મોડલિંગ કરે છે. રેને કહ્યું કે, લાંબી હાઈટને લીધે મારી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નાના ઘરમાં જતી વખતે મારે માથું નીચું કરી દેવું પડતું, ઘણીવાર મારું માથું દરવાજા કે છત સાથે અથડાઈ પણ જતું.