નવી દિલ્હી : લદ્દાખની ગલવાન ખીણમાં ચીનની કરતૂતોની ભારત આર્થિક મોરચે નુકસાન પહોંચાડી રહ્યું છે. 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો (Weibo)થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદી વર્ષ 2015 માં વેઈબો સાથે સંકળાયેલા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વડાપ્રધાન મોદીએ ચીનમાં 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી આ નિર્ણય લીધો છે.
એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, વીઆઈપી ખાતાને કાઢી (ડીલીટ) નાખવાની પ્રક્રિયા જટિલ છે. જો કે, ખાતાને કાઢી નાખવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેને ચીન તરફથી મંજૂરી આપવામાં લાંબો વિલંબ કરવામાં આવી રહ્યો છે અને તેનું કારણ આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન મોદીએ આ એપ પર 115 પોસ્ટ કરી છે અને તેમાંથી 113 ને દૂર કરવામાં આવી છે.
For VIP accounts, Weibo has a more complex procedure to quit which is why the official process was initiated. For reasons best known to the Chinese, there was great delay in granting this basic permission: Sources https://t.co/aEtTLxIPFm
— ANI (@ANI) July 1, 2020
1 જુલાઈ, બુધવારે વડાપ્રધાન મોદીના Weibo એકાઉન્ટમાંથી તેમના પ્રોફાઇલ ફોટો સહિતની અન્ય માહિતીને દૂર કરવામાં આવી હતી. વડાપ્રધાન તરીકે ચીનની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીનું એકાઉન્ટ 2015માં બનાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ ભારત-ચીન સંબંધો અંગે આના પર સંદેશા આપી રહ્યા છે. વડાપ્રધાનના Weibo એકાઉન્ટ પરની પોસ્ટ્સ ચીની ભાષામાં હતી.