ભારતમાં લોકડાઉનના પગલે સૌથી વધુ મુશ્કેલી મજૂરોને થઈ રહી છે. આ જ રીતે ખાડી દેશોમાં કામ કરી રહેલા મૂળ ભારતીય, પાકિસ્તાની, નેપાળી, બાંગ્લાદેશના લોકો પણ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. ત્યાં કામ કરનારા લોકો પાસે પુરતા પૈસા નથી, પર્યાપ્ત ખાવાનું પણ નથી. સાથે જ ટ્રાવેલ પર પ્રતિબંધ લાગવાને કારણે તેઓ પોતાના દેશમાં પણ જઈ શકતા નથી. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના વર્લ્ડ ફેક્ટબુકના જણાવ્યા મુજબ સાઉદી અરબની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો વિદેશી છે. એટલે કે બેહરીન અને ઓમાનની અડધી વસ્તી બરાબર છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાંથી આવેલા લાખો લોકો ખાડી દેશોના કારખાનામાં નાના-મોટા કામ કરે છે. સાઉદી અરબ અને યુએઈની ઘણી કંપનીઓએ વિદેશી મજૂરોને ઘર પર બેસવાનો આદેશ આપીને સેલેરી આપવાનો ઈન્કાર કર્યો છે.